
Saudi arab and Iran News : મિડલ ઈસ્ટના રાજકારણમાં અત્યારે ‘બે મોઢાની રમત’ રમાઈ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. એક તરફ સાઉદી અરબ ઈરાન સાથે મિત્રતા અને શાંતિની વાતો કરી રહ્યું છે, તો બીજી તરફ અમેરિકામાં જઈને કંઈક અલગ જ રાગ આલાપી રહ્યું છે. સાઉદીના આ ‘ડબલ ગેમ’થી તેહરાન અને રિયાધ વચ્ચેના સંબંધોમાં ફરી શંકાના વાદળો છવાયા છે.
એક ભાઈ શાંતિદૂત, બીજો યુદ્ધની તરફેણમાં?
સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) જાહેર મંચ પરથી સતત ઈરાનની સંપ્રભુતા અને શાંતિની વાતો કરી રહ્યા છે.
