
Camel Passport: સાઉદી અરેબિયાએ એક અનોખી અને નવતર યોજના શરૂ કરી છે, જેમાં દેશના લાખો ઊંટોને સત્તાવાર પાસપોર્ટ અપાઈ રહ્યા છે. આ પહેલનો મુખ્ય હેતુ ઊંટોની યોગ્ય ઓળખ, નોંધણી અને સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. સરકારનું માનવું છે કે આ વ્યવસ્થા ઊંટોના માલિકો, પશુપાલન ઉદ્યોગ અને પ્રાણીઓના આરોગ્ય સંભાળ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
પાસપોર્ટમાં ઊંટની વિગતો સંગ્રહિત હશે
પર્યાવરણ, પાણી અને કૃષિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં લીલા રંગના પાસપોર્ટ ઉપર ઊંટની સોનેરી છાપ દર્શાવાઈ છે.
