વાંકાનેરમાં ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓ તેની સપ્તશક્તિ દ્વારા ઘર પરિવારની રક્ષક,પોષક અને પરિવાહક રહી છે. દરેક નારીના આ સપ્તશક્તિને ધોધ સ્વરૂપે પ્રવાહિત કરવાના ઉદેશથી વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલ દ્વારા કે.કે.શાહ વિદ્યાલય ઓડિટોરીયમ હોલ વાંકાનેર ખાતે ‘સપ્તશક્તિ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તશક્તિ સંગમ કાર્યક્રમના અધ્યક્ષ વિમ્પલબેન સાકરીયા હતા. અતિથિ વિશેષ પ્રજાપિતા બ્રહ્મા કુમારીના શીલાદીદી અને સારીકા દીદીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 7 નારીઓના સન્માન કરવામાં આવ્યા હતા જેમાં બે સંયુક્ત પરિવારના મોભી માતા એક વિશિષ્ટ સિદ્ધી મેળવનાર સંતાનની માતા, ત્રણ વિક્ટ પરિસ્થિતિ માં સંતાનની કારકિર્દી ઘડનાર માતા અને સેવા અને નારી ઉત્કર્ષ માટે ગુણવંતરાય મહેતા ચેરીટેબલ ટ્રસ્ટના દમયંતીબેન મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું . કાર્યક્રમની પ્રસ્તાવના એલ કે સંઘવીના પ્રધાન આચાર્ય દર્શનાબેન જાનીએ આપી હતી તથા આભાર વિધિ સી કે શાહ વિદ્યાલયના પ્રધાન આચાર્ય મમતાબેન પંડ્યા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વક્તા રિધ્ધીબા જાડેજા દ્વારા કુટુંબ વ્યવસ્થામાં સ્ત્રીની ભાગીદારી અને ધારાબેન મિરાણી દ્વારા વર્તમાન ભારતમાં સ્ત્રીના સહયોગ વિશે વક્તવ્ય રજૂ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ ખ્યાતીબેન કરથીયાના માર્ગદર્શન હેઠળ સંયોજીકાબેન કલ્પનાબેન રૂપાપરા અને મધુબેન જાદવ તેમજ સમગ્ર વિદ્યાભારતી પરિવારની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં 300 જેટલી માતાઓ અને 25 જેટલી વાંકાનેરની કાર્યક્ષેત્રમાં રહેલી પ્રતિષ્ઠિત ડોક્ટર પોલીસ કર્મી શિક્ષક જેવા નારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સાત સન્નારીનું અદકેરું સન્માન કરાયું:વાંકાનેરમાં નારીની સુષુપ્ત આવડતોને ઉજાગર કરવા સપ્તશક્તિ સંગમ મહિલા સંમેલન યોજાયું
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
