Sadhvi Prem Baisa PM Report : જોધપુરમાં કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મૃત્યુનો મામલો સતત વિવાદિત બની રહ્યો છે. તપાસની સાથે નવા સવાલો પણ પેદા થઈ રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. જેના કારણે પોલીસ અને તપાસ એજન્સીઓની ચિંતાતુર બની છે. જોકે, સૂત્રો અનુસાર પોસ્ટમોર્ટમ દરમિયાન સાધ્વીના નાના અને મોટા આંતરડા અસામાન્ય રીતે લાલ જોવા મળ્યા હતા. જે શરીરમાં ઝેર ભળવાના કિસ્સામાં જોવા મળે છે. આ આધારે હવે સમગ્ર મામલો ઝેરની આશંકા તરફ વળતો જણાય છે.
સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? પોર્સ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું ચોંકાવનારું કારણ
📅 Published: January 31, 2026 |
📂 Category: Uncategorized
