
– એઆઈ કંપની એન્થ્રોપિકના સીઈઓની ચેતવણી
– જે જાણકારી માટે વર્ષોની મહેનત લાગતી હતી એ વિગતો એઆઈ મિનિટોમાં શોધીને આપી શકે છે તે બાબત જોખમી : એમોડેઈ
– એઆઈને બાયોલોજિકલ સાયન્સનું એટલું જ્ઞાન મળી ચૂક્યું છે કે તે પ્રોમ્પ્ટ આપવાથી માણસને ખતરનાક માહિતી આપી શકે
વૉશિંગ્ટન :ટોચની એઆઈ કંપનીઓ પૈકીની એક એન્થ્રોપિકના સીઈઓ ડારિયો એમોડેઈએ ચિંતાજનક દાવો કર્યો હતો કે હવેના એઆઈ એજન્ટ્સ બાયોલોજિકલ વેપન્સ પણ બનાવી શકે છે. બાયોલોજિકલ વેપન્સ માનવ સહિત સજીવસૃષ્ટિ અને પર્યાવરણ માટે બેહદ ખતરનાક સાબિત થઈ શકે છે. જો એનો દુરુપયોગ શરૂ થાય તો દુનિયામાં મોટી ખુંવારી થઈ શકે છે.
