
Gold Polishing Scam Alert in Chhota Udepur: વધતી જતી ટેકનોલોજી વચ્ચે પણ છેતરપિંડીની જૂની પદ્ધતિઓ આજે પણ કારગત નીવડી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દાગીના ચમકાવવાના બહાને એક વૃદ્ધ દંપતીની નજર સામે જ સોનાના દાગીના ગાયબ કરી દેવાની ઘટના સામે આવી છે.
શું છે સમગ્ર ઘટના?
બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગંગા નગરમાં રહેતા નિવૃત શિક્ષક દંપતી છેતરપિંડીનો ભોગ બન્યા છે. વૃદ્ધ દંપતીને ઘરે એકલા જોઈને ઠગ ટોળકીનો એક ગઠિયો તેમના ઘરે પહોંચ્યો હતો.
