પોરબંદરમાં વકફ મિલ્કતોની ઓનલાઈન નોંધણી માટેના ઉમીદ પોર્ટલ અને મતદાર યાદી ખાસ સુધારણા અંગે માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ઉમીદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને તકનિકી માહિતી વિશે સમજૂતી આપવામાં આવી હતી. સુન્ની અંજુમને ઈસ્લામની ઓફિસમાં એસ.આઈ.આર. ફોર્મ ભરવા માટે એક હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં કોમ્પ્યુટર અને નિષ્ણાતોની ટીમ દ્વારા મતદારોને નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સને-૨૦૦૨ની મતદાર યાદીમાંથી નામ શોધવા માટે ખાસ સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ હેલ્પ સેન્ટર મતદાર યાદી સુધારણાના અંતિમ તબક્કા ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી સતત કાર્યરત રહેશે. તે નોટિસના વાંધા જવાબો અને અપીલ અરજીઓ સુધીની માર્ગદર્શન સેવાઓ પણ પૂરી પાડશે. એમ.કોમ. સેમેસ્ટર-૧ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન
પોરબંદરની ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત ચાલતા શ્રીમતી મેધાવીનીબેન ડી. મહેતા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટર ઓફ કોમર્સ સેમેસ્ટર-૧નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા યોજાયેલી એમ.કોમ. સેમેસ્ટર-૧ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ પરીક્ષામાં આરતી બાબુભાઈ મોઢવાડીયાએ ૮૦.૮૦% ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે જાનવી મુકેશભાઈ માંડલિયા ૮૦% ગુણ સાથે દ્વિતીય અને સુહાની રાજેશભાઈ ડોડીયા ૭૯.૬૦% ગુણ સાથે તૃતીય ક્રમાંકે ઉત્તીર્ણ થયા છે. ઉપરાંત, ટોપ ૧૦માં મીનલ હિતેશભાઈ ખુંટીએ ૭૭.૬૦%, ક્રિષ્ના સુરેશભાઈ સોમૈયાએ ૭૬.૮૦%, અદિતિ મહેશભાઈ બામણીયાએ ૭૬.૮૦%, ધર્મિષ્ઠા દિનેશભાઈ વાઘેલાએ ૭૬.૬૦%, રીમા લક્ષ્મણભાઈ ઓડેદરાએ ૭૬.૪૦%, મનીષા હરેશભાઈ હરિવ્યાસે ૭૫.૮૦%, ચેતના લક્ષ્મણભાઈ ઓડેદરાએ ૭૫% અને સંગીતા રાજેશભાઈ ડોડીયાએ ૭૪.૮૦% ગુણ પ્રાપ્ત કર્યા છે. આ સિદ્ધિ બદલ કોલેજના પ્રાચાર્ય ડૉ. અનુપમ નાગર, કોમર્સ વિભાગના અધ્યક્ષ અને પીજી સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. ભરતસિંહ ડોડીયા, ડૉ. ઇલુબેન ગામીત, પ્રો. અમીબેન પઢિયાર સહિત સર્વે ગુરુજનોએ વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી છે. બાપોદર : ૧૦૮ ટીમ દ્વારા એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ, તંદુરસ્ત દીકરીનો જન્મ
પોરબંદર નજીકના બાપોદર ગામના વાડી વિસ્તારે રહેતી એક મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે સમયસર પહોંચી એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી હતી. ઘટનામાં ૧૦૮ની ટીમે ઉત્તમ તાત્કાલિક સારવાર અને કુશળતા દર્શાવી માતા અને શિશુ – બંનેને સુરક્ષિત રીતે આરોગ્ય સેવાનો લાભ પુરી પાડ્યો હતો.પ્રસૂતિ દરમિયાન ઈ.એમ.ટી. પાયલ કાથડ તથા પાયલોટ હરીશભાઈ ગોસીયાએ હેડ ઓફિસના ફરજ પર રહેલા તબીબી અધિકારીના માર્ગદર્શન હેઠળ સફળ ડિલિવરી કરાવી. મહિલાને ભારે પીડા હોવા છતાં ટીમે સંજોગોને અનુરૂપ ઝડપી પગલાં લઈ એમ્બ્યુલન્સમાં જ તંદુરસ્ત દીકરીનો જન્મ કરાવ્યો હતો.જન્મ બાદ માતા અને નવજાતને જરૂરી પ્રથમિક સારવાર આપી સરકારી એમ.આર. લેડી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ માનવતા સેવાભાવના કાર્ય બદલ બાપોદર ૧૦૮ ટીમ, ઈ.એમ.ટી. પાયલ કાથડ અને પાયલોટ હરીશભાઈ ગોસીયાને પ્રશંસા મળીને જિલ્લા પ્રોગ્રામ મેનેજર અને જિલ્લા એક્ઝિક્યુટિવ અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.
સુન્ની અંજુમને ઈસ્લામની ઓફિસમાં SIR ફોર્મ ભરવા હેલ્પ સેન્ટર શરૂ:પોરબંદર કોમર્સ સેમેસ્ટર-1નું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ ૮૦.૮૦% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
