સુરતના અલથાણમાં વધુ એક બિલ્ડિંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે 200 થી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ

📅 Published: January 9, 2026 | 📂 Category: Uncategorized


Surat : સુરત પાલિકાના સરથાણા ઝોનમાં ભીમરાડ રોડ પર વિવાન બિલ્ડીંગના પ્રોજેક્ટના ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી દરમિયાન બાજુની બિલ્ડીંગ માટે જોખમ ઊભું થયું તેની કળ વળે તે પહેલાં જ અલથાણ વિસ્તારમાં જ અન્ય એક પ્રોજેક્ટમાં બેઝમેન્ટ ખોદાણ કામગીરી જોખમી રીતે થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બેઝમેન્ટની કામગીરી થઈ રહી છે તેની આસપાસ ત્રણ મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ છે તેના 200થી વધુ પરિવારોએ હોબાળો મચાવી કામગીરી સામે વિરોધ કર્યો હતો. પાલિકાને રજુઆત કરીને આ કામગીરી અટકાવવા માટેની માંગણી કરી હતી.

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર  રાજલક્ષ્મી બિલ્ડર્સના બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટ એવા વિવાન પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી થતી હતી તે દરમિયાન પાણી ધસી આવતા ડી વોલ તૂટી પડી હતી. 17 ડિસેમ્બરે રાત્રીના 40 ફુટ ઉંડાઈ ધરાવતી અને 150 ફુટ લંબાઈમાં ડી વોલ તુટી પડ્યા બાદ બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના ચાર બિલ્ડીંગ સામે ખતરો ઉભો થયો હતો.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *