
Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના શિવ મંદિરોમાં ‘ઘીના કમળ’ વિના મુલ્યે બનાવી અર્પણ કરી રહ્યાં છે. પોતાના વડીલો પાસે ઘીના કમળ બનાવવાની કળા શીખનારા પરિવારના મોભી 40 વર્ષથી ઘીના કમળ બનાવે છે અને હવે આખો પરિવાર શિવરાત્રિના દસ દિવસ પહેલા ઘીના કમળ બનાવી શિવજીની અનોખી ભક્તિ કરી રહ્યાં છે. આ વર્ષે પણ શહેરના 20થી વધુ શિવ મંદિરોમાં ઘીના જુદા જુદા આકાર અને થીમ પર કમળ બનાવી દર્શન માટે આપશે.
40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે ‘ઘીના કમળ’ બનાવતો પરિવાર
આગામી દિવસોમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે સુરતના શિવ મંદિરોમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.
