સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત મહાનગરપાલિકાના 10593 કરોડના બજેટ છતાં પણ એક ઓપરેટર રજા પર હોય તો આધાર કાર્ડ સેન્ટર બંધ રાખવું પડી રહ્યું છે. બજેટમાં સ્માર્ટ સુરત બનાવવા માટેની વાત કરવામા આવી છે પરંતુ બજેટ જાહેર થયાના બે દિવસ બાદ સરથાણા ઝોન પર આધાર કાર્ડ સેન્ટર બહાર જે નોટિસ છે તેના કારણે પાલિકાનો 10593 કરોડના વહીવટ સામે પ્રશ્નાર્થ ઉભા રહ્યો છે. 10 લાખની વસ્તી ધરાવતા ઝોન માટે આધાર કાર્ડ સેન્ટર બંધ છે પરંતુ તેનું કારણ એ છે કે ઓપરેટર સામાજિક પ્રસંગ માટે ગયાં છે. મસમોટા કોન્ટ્રાક્ટ અપાયા છતા એક ઓપરેટર ન હોય અને સિસ્ટમ બંધ થઈ જાય તે કામગીરી અનેક લોકોને અકળાવી રહી છે. 

સુરત પાલિકા વિસ્તારમાં ચાલતી આધારકાર્ડની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવાળી પહેલાથી વિવાદમાં છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *