
Surat Metro Train Project : સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે પરંતુ ધીમી કામગીરીના પગલે સુરતની ભૌગોલિક સુરત બદલાઈ રહી છે જોકે હવે સુરતીઓ માટે મેટ્રોની કામગીરી ભગવાનના ભક્તોને ભક્તિ માટે પણ વિલન બની રહી છે. અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરની આસપાસ મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેના કારણે મંદિરે દર્શન કરવા જવા ભક્તોને મુશ્કેલી પડી રહી છે. લોકોની ફરિયાદ બાદ સુરતના સાંસદે સ્થળ મુલાકાત લઈ સુચના આપી છે.
સુરતમાં મેટ્રોની કામગીરી મંથર ગતિએ અને આયોજન વિના ચાલતી રહી છે તેના કારણે સુરતીઓ ની હાલત કફોડી થઈ રહી છે. શહેરમાં જ્યાં જ્યાં મેટ્રોની કામગીરી ચાલે છે તેની આસપાસ રહેતા લોકો અને વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે.
