સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતા. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે. જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસીંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે. આજે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સીલીન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા ઈસમો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્રિજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો. ધડાકો થતા ની સાથે જ બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો બિલ્ડીંગ માંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી ગઈ હતી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે જ ઘાંશી શેરી, મોગલીસરા અને કતારગામ ફાયલ સ્ટેશનની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટર્ન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું. હફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી. જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બેથી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટના ને અટકાવી હતી. ફાયર વિભાગ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ આજ્ઞા પગલે ગાદલા સહિતનો સામાન, વાયરીંગ, ફ્રીજનું કોમ્પ્રેસર ફાટી હોવાથી આખું ફ્રીજ તહેસનહેસ નહીં થઈ ગયું હતું. આ સાથે જ વાયરીંગ અને ફર્નિચર નો સામાન મળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતમાં એપાર્ટ.ના ચોથા માળે મકાનમાં બ્લાસ્ટ, વિસ્ફોટનો LIVE વીડિયો:રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી, ફ્રીજના કમ્પ્રેસર સુધી આગ પહોંચતાં ધડાકો થયો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
