
Surat : સુરત મહાનગરપાલિકામાં જિલ્લા કેટલાક વખતથી કતારગામની શાળાના સ્થળ બદલવા પર વિવાદે ચાલી રહ્યો હતો. આજે પાલિકાની સ્થાયી સમિતિએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ ચાલતી શાળાની કામગીરી અટકાવવાનો આદેશ કર્યો છે. આ સાથે નવા સ્થળે કામગીરી કઈ રીતે શરૂ થઈ તે માટે તપાસના આદેશ આપ્યા છે.
સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં વોર્ડ નંબર સાતમાં માધ્યમિક શાળા મંજૂર થઈ હતી તેની જગ્યાએ ધારાસભ્યએ ભલામણ કરી હતી. ત્યાં વોર્ડ નંબર 8 માં કામગીરી શરૂ થઈ હતી.
