
Surat Accident: સુરતના મગદલ્લા-ડુમસ વિસ્તારમાં રવિવારે (પહેલી ફેબ્રુઆરી) મોડી રાત્રે અકસ્માતની ચોંકાવનારી ઘાટના સામે આવી હતી. એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક વિરલ દેસાઈ નામના યુવકે લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા પાર્ક કરેલા 3 કાર અને 2 મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
રેસિંગ ટ્રેક સમજી લક્ઝરી કાર દોડાવી
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે જાણે કારચાલક રોડને રેસિંગ ટ્રેક સમજી રહ્યો હોય.
