
Attack On Surat BRTS Bus Driver: સુરત શહેરમાં BRTS બસના ડ્રાઈવર પર બુરખો પહેરીલી મહિલા મુસાફરે હિંસક હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. વાય જંકશનથી સુરત સ્ટેશન જઈ રહેલી બસમાં બનેલી આ ઘટનામાં મહિલાએ ડ્રાઈવરને માર મારતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ હુમલા પાછળ અગાઉના દિવસે બસ ઉભી રાખવા બાબતે થયેલી તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
બસ ડ્રાઈવરના જણાવ્યાનુસાર, સુરત BRTS બસ વાય જંકશનથી સુરત સ્ટેશન તરફ જઈ રહી હતી.
