
Uttarayan Tragedy In Surat: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વાસી ઉત્તરાયણના દિવસે એક માસૂમ બાળકના મોતે સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. સોસાયટીના કમ્પાઉન્ડમાં સાયકલ ચલાવી રહેલા આઠ વર્ષીય બાળકનું પતંગની લટકતી દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ લોકોની આંખમાં આંસુ આવી જાય તેમ છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, જહાંગીરપુરાની આનંદ વિલા સોસાયટીમાં રહેતો અને ધોરણ-3માં અભ્યાસ કરતો 8 વર્ષીય રેહાન્સ બોરસે 15મી જાન્યુઆરીના રોજ બપોરના સમયે ઘરના આંગણે સાયકલ ચલાવી રહ્યો હતો.
