સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત CRC 25, 26, 27, 28 કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2025નું આયોજન આજે નગર પ્રાથમિક શાળા ક્રમાંક 121, વેસુ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 50 જેટલી કૃતિઓ અને 100 જેટલા બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર આધારિત નવીન અને સર્જનાત્મક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને પર્યાવરણ જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના દંડક રાજેન્દ્રભાઈ પટેલ, ખરીદ સમિતિના કન્વીનર અનુરાગભાઈ કોઠારી અને વિસ્તારના કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો અને વાલીઓએ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન CRC કો-ઓર્ડીનેટર વિભૂતિ બેન દ્વારા કરવામાં આવ્યું હતું.
સુરતમાં CRC કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:100 બાળ વૈજ્ઞાનિકોએ 50 નવીન પ્રોજેક્ટ રજૂ કર્યા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
