
Surat IT Raids: ડાયમંડ સિટી સુરતમાં બુધવારે (28મી જાન્યુઆરી) વહેલી સવારથી આવકવેરા વિભાગે લાલ આંખ કરી છે. શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ અને રિયલ એસ્ટેટ ગ્રૂપના ઠેકાણાઓ પર IT વિભાગની DDI વિંગ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં જાણીતા ગજેરા પરિવારની માલિકીના લક્ષ્મી ડાયમંડ ગ્રૂપ અને મહાકાલ ગ્રૂપ સહિતના ભાગીદારો તપાસના ઘેરામાં છે.
તપાસમાં આઈટી વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા
મળતી માહિતી અનુસાર, બુધવારે (28મી જાન્યુઆરી, 2026) સૂર્યોદય પહેલા જ આવકવેરા વિભાગની ટીમો હરકતમાં આવી હતી.
