
Mystery revealed in WhatsApp chat: સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારે બનેલી ફિઝિયોથેરાપી ડૉક્ટર રાધિકા કોટડીયાની આત્મહત્યાની ઘટનામાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પોલીસ તપાસ દરમિયાન મૃતક ડૉક્ટર અને તેમના મંગેતર વચ્ચેની વોટ્સએપ ચેટ સામે આવી છે, જે આત્મહત્યા પાછળના કારણો તરફ ઈશારો કરી રહી છે.
વોટ્સએપ ચેટમાં મનદુઃખનું કારણ સ્પષ્ટ થયું
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ડૉ. રાધિકા અને તેમના મંગેતર કિશન વચ્ચેની વોટ્સએપ ચેટ મળી આવી છે.
