સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરી કરી ઝડપી લેવાયો છે. આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ:1 કરોડ 40 લાખથી વધુ કિંમતના 4 કિલો વજનના 8 પેકેટ મળ્યા, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોકથી સુરત આવતો હતો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
