સુરત કોંગ્રેસના પ્રવક્તાને પ્રોટોકોલનો ભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે શહેર પ્રમુખની નોટિસ

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરતમાં પાલિકા અને ગુજરાત સરકાર સામે અનેક વિરોધ કરનારા સુરત શહેર કોંગ્રેસ પ્રવક્તાને શહેર પ્રમુખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ શિષ્ટભંગની નોટિસ ફટકારતા સુરત કોંગ્રેસના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આગામી દિવસોમાં આ વિવાદ સુરત કોંગ્રેસની જુથબંધીને વધુ વકરાવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

સુરત પાલિકાની આગામી ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ પોતાની કવાયત શરૂ કરી દીધી છે. ગત પાલિકાની ચૂંટણીમાં ઝીરો થઈ ગયેલી કોંગ્રેસે હાલમાં જનતા રેડ જેવા કાર્યક્રમ આપ્યા છે. પરંતુ કોંગ્રેસે એક થઈને ચૂંટણી લડવાના બદલે જુથબંધી શરૂ કરી દીધી છે જેની સીધી અસર પાલિકાની ચૂંટણી પણ પડી શકે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *