
Water Tank Collapse Incident In Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામે નવનિર્મિત પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે. ગુજરાત સરકારની છબી ખરડાવનાર આ ઘટનામાં હવે માત્ર ટેકનિકલ ખામી જ નહીં, પરંતુ મોટા પાયે આર્થિક ગેરરીતિઓની ગંધ આવતા તપાસની દિશા બદલાઈ છે. આ કૌભાંડની જડ સુધી પહોંચવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા હવે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)ની મદદ લેવામાં આવી રહી છે.
કૌભાંડ માત્ર બાંધકામ પૂરતું નહીં, નાણાકીય હેરાફેરીની આશંકા
SITની તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર કૌભાંડ માત્ર નબળા મટીરિયલ પૂરતું મર્યાદિત નથી.
