
International AI Competition Dubai : સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કુલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), રોબોટિક્સ, ડ્રોન, 3-D પ્રિન્ટીંગ અને AR-VR ટેકનોલોજી અદ્યતન ટેકનોલોજી શિક્ષણ આપવામા આવી રહ્યું છે. પાલિકાના આ પ્રયાસ સફળ થતો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં WSRO અમદાવાદ 2025માં સુમન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ઉલ્લેખનીય સફળતા મળી હતી. જેમાં સિદ્ધિ મેળવી ચૂકેલી બે વિદ્યાર્થીનીઓ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહી છે. આ વિદ્યાર્થીઓના પરિવાર માટે જ નહી પરંતુ સુમન સ્કુલ અને પાલિકા માટે પણ મહત્વની સિદ્ધિ બની રહેશે.
