સુરત પાલિકાની સામાન્ય સભામાં ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તેની જાહેરાત કરે પહેલા વિપક્ષ સસ્પેન્ડ

📅 Published: January 31, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત પાલિકામાં બહુ ગાજેલા ખજોદ કચરા કૌભાંડથી શાસકો ફફડી રહ્યાં છે અને પાલિકાની આજની સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં ભાજપને ભીંસમાં લેવાનો પ્રયાસ કરનારા વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવાયા હતા. વિપક્ષી નેતાએ સામાન્ય સભામાં કચરા કૌભાંડમાં સુરતની ઇમેજ બગડી રહી છે સુરતનું નાક કપાયું છે તેમ છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરાતા નથી આ ઉપરાંત ભાજપને કચરા કૌભાંડમાં કેટલા પૈસા મળ્યા તે આંકડો જાહેર કરવાની વાત કરતા સામાન્ય સભામાંથી વિપક્ષી નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ભાજપની આવી નીતિના કારણે કચરા કૌભાંડમાં કૌભાંડની ગંધ હવે બહાર આવી રહી છે. 

સુરત શહેરમાંથી નીકળતા ધન કચરાના મલાઈદાર કોન્ટ્રાક્ટ માટે પાલિકાએ 213 કરોડનો કોન્ટ્રાક્ટ સીડી ટ્રાન્સપોર્ટને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટરે શહેરમાંથી નીકળતા કચરાનો નિકાલ પાલિકાની ડિસ્પોઝલ સાઈટ પર સાયન્ટીફિક રીતે કરવાનો રહે છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *