
65 Year Old Mother Locked in House : હીરાનગરી સુરતમાં સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દેતી એક ઘટના સામે આવી છે. વેલજા વિસ્તારમાં એક કળિયુગી પુત્રે પોતાની જન્મદાત્રી માતાને એક મહિના સુધી ઘરના પેસેજમાં કેદીની જેમ પૂરી રાખતા ચકચાર મચી જવા પામી છે. પાડોશીઓની સતર્કતા અને એક સેવાભાવી સંસ્થાની મદદથી વૃદ્ધ માતાને આખરે મુક્ત કરાવવામાં આવ્યા છે.
શું છે સમગ્ર ઘટના?
સુરતના વેલજા વિસ્તારમાં આવેલી શેરડીધામ સોસાયટીમાં આ ઘટના બની હતી.
