
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજીને બ્રેક વાગતાં ભાવ ટોચ પરથી પ્રત્યાઘાતી ઝડપી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તેજી અટકી ઘટાડો જોવા મળતાં તેની પાછળ ઘરઆંગણે પણ ઈમ્પોર્ટ કોસ્ટ નીચી આવતાં ઝવેરી બજારમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા હતા. કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઘટતો અટકી તળિયેથી ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર નેગેટીવ પડી હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂ.
