
Reserve Bank Of India : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દરમિયાન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટીને 83,000ની સપાટી નીચે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટ ગબડીને 25,500ની નીચે સરકી ગયો છે.
BSE ના ટોપ 30 શેરોમાંથી 21 શેરો ઘટાડા સાથે લાલ નિશાનમાં છે, જ્યારે માત્ર 9 શેરોમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને IT શેરોમાં ભારે વેચવાલી જોવા મળી છે.
