
Sensex Nifty News : ભારતીય નાણાકીય બજારમાં આજે ‘સુપર મનડે’ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીમાં આવેલા ઐતિહાસિક ઉછાળા બાદ હવે શેરબજારમાં પણ તેજીનું તોફાન આવ્યું છે. વૈશ્વિક બજારના મજબૂત સંકેતોને પગલે આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડબ્રેક ઊંચાઈએ ખૂલ્યા છે.
સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ઉછાળો
સારા ગ્લોબલ સંકેતોને કારણે આજે ભારતીય સ્ટોક માર્કેટમાં પણ અઠવાડિયાના પ્રથમ દિવસે વેપારની શરૂઆતમાં સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી જોવા મળી.
