
Gold Market and Price News : વૈશ્વિક કોમોડિટી માર્કેટમાં આ અઠવાડિયે સોનાના ભાવમાં જે અસ્થિરતા જોવા મળી છે તેણે વિશ્વના મોટા ગજાના અર્થશાસ્ત્રીઓને પણ ચોંકાવી દીધા છે. ‘ધ કોબીસી લેટર'(The Kobeissi Letter)ના અહેવાલ મુજબ, સોનાના માર્કેટ કેપિટલાઇઝેશનમાં એક જ ટ્રેડિંગ સેશનમાં $5.5 ટ્રિલિયન(અંદાજે ₹462 લાખ કરોડ)નો અભૂતપૂર્વ ફેરફાર જોવા મળ્યો છે. આ આંકડો સોનાના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ-ડે સ્વિંગ છે.
