
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર નવેસરથી તેજી બતાવતા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ કિંમતી ધાતુઓ ફરી ઉછળતી જોવા મળી હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ વધી ૪૯૦૦ ડોલર પાર કરી ૫૦૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા.
જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ વધી ઔંસના ૯૯ ડોલર કુદાવી ૧૦૦ ડોલર નજીક પહોંચી ગયાના નિર્દેશો મળ્યા હતા.
