સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

Elon Musk’s X down: એલોન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર), ChatGPT, Gemini, Perplexity  અને ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ક્લાઉડફ્લેર વિશ્વભરમાં આઉટેજની જાણ કરી રહી છે. સાંજે 5 વાગ્યાની આસપાસ ડાઉન થયું. હજારો યુઝર્સે ડિજિટલ પ્લેટફોર્મ પર નજર રાખતી વેબસાઇટ Downdetector પર ડાઉનટાઇમની જાણ કરી. X વેબસાઇટ અને એપ્લિકેશન ખોલવાથી પેજ રિફ્રેશ કરવા કહેવામાં આવી રહ્યું હતું. ક્લાઉડફ્લેર પણ ડાઉન છે, જેના કારણે ઘણા વપરાશકર્તાઓ સમસ્યાઓની જાણ કરવા માટે Downdetectorનો સંપર્ક કરી રહ્યા છે. દુનિયાભરના યુઝર્સ X, Gemini, Perplexity અને અન્ય ઘણા પ્લેટફોર્મ પર લોગિન કરી શકતા નથી અથવા સામગ્રી લોડ કરી શકતા નથી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *