
રવિવારે સવારે 4.57 કલાકે આંચકાથી લોકોમાં ફફડાટ
ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટા શહેરથી 26 કિલોમીટર દૂર પૂર્વ-ઉત્તર દિશામાં નોંધાયું, સદનસીબે જાનમાલની કોઈ નુકસાની નહીં
ઉપલેટા: સૌરાષ્ટ્રમાં ઉપલેટા, જેતપુર, ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકાનો ચાલુ થયેલો સિલસિલો આજે રવિવારે પણ આગળ ધપ્યો હતો. જો કે, આજે વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે ઉપલેટા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ૨.૭ તિવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.
