
BCA Sem 5 Exam Cancelled: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં સપડાઈ છે. યુનિવર્સિટીના અધ્યાપકોની ઘોર બેદરકારીનું પરિણામ હજારો વિદ્યાર્થીઓએ ભોગવવાનો વારો આવ્યો છે. તાજેતરમાં લેવાયેલી BCA સેમેસ્ટર-5ની પરીક્ષામાં વિવાદ થતા આખરે પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત 12 નવેમ્બરના રોજ BCA સેમેસ્ટર-5નું ‘પ્રોગ્રામિંગ ઇન પાયથન’ વિષયનું 50 માર્કનું થીયરી પેપર લેવામાં આવ્યું હતું.
