સ્થાનિક લોકો ત્રાહિમામ:મીરાનગરમાં રોડનું કામ દિવાળી પછી અધૂરૂ મૂકી દેતા ભારે હાલાકી

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં રોડની કામગીરી અધૂરી મૂકાતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. અહીં રોડની કામગીરીને લઇ છેલ્લા 6 મહીનાથી સ્થાનિકો વારંવાર રજૂઆત કરતા હતા. બાદમાં રજૂઆતને ધ્યાને લઇ તંત્રએ દિવાળી પહેલા કામગીરી શરૂ કરી હતી. પરંતુ દિવાળી આવી જતા કામગીરી બંધ રહી હતી. હવે તો દિવાળીને પણ જાજો સમય વિતી ગયો છતા કોઇ ડોકાયુ જ નથી. અને અધુરી કામગીરીને કારણે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. રોડ પર કાંકરીઓ અને ખોદકામને કારણે ધૂળ્યો માર્ગો બન્યો છે. તંત્ર અહીં વહેલી તકે ફરી બાકી રહીલા રોડની કામગીરી શરૂ કરે તેવી સ્થાનિકોની માંગ છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *