
Lok Sabha Row : રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન કથિત રીતે સંસદીય નિયમોની અવગણના કરતા ભાજપે તેમના પર ગૃહની મર્યાદા તોડવાનો અને લોકસભા અધ્યક્ષનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જાહેર માફીની માંગ કરી છે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની સખત ચેતવણી
રાહુલ ગાંધીએ ચીન સાથે જોડાયેલા બિન-સૂચિબદ્ધ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને નિયમો હેઠળ બોલવાની કડક સલાહ આપી હતી.
