
– મેટાએ યુઝર્સના પર્સનલ ડેટાનો પોતાના લાભ માટે ફાયદો ઉઠાવ્યો : કોર્ટ
– મેટાએ અયોગ્ય રીતે મોનોપોલી સર્જીને જાહેરાતો મેળવીને ફાયદો લીધો હોવાનો આરોપ સ્પેનના 81 અખબારોએ મૂક્યો હતો
બાર્સેલોના : સ્પેનની ૮૧ મીડિયા કંપનીઓએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, થ્રેડ્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધરાવતી કંપની મેટા સામે મોરચો માંડયો હતો. મેટાએ અયોગ્ય રીતે યુઝર્સના ડેટાનો ઉપયોગ કરીને મોનોપોલી સર્જી હતી અને જાહેરાતો બતાવીને ફાયદો મેળવ્યો હતો એવો આરોપ મૂકીને સ્પેનના અખબારોએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
એ કેસના સંદર્ભમાં સ્પેનની કોર્ટે ચુકાદો આપ્યો છે.
