
Drug Smuggling In Ahmedabad Airport: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સોનું અને હાઈબ્રિડ ગાંજા સહિતની હેરફેર સામે કસ્ટમ વિભાગ કડક કાર્યવાહી કરી રહ્યું છે. સોમવાર (બીજી ફેબ્રુઆરી) બેંગકોકથી આવેલી એક મહિલા એક કરોડનો હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાઈ છે. આ મહિલા ચોકલેટના પેકેટની આડમાં ગાંજો છુપાવીને લાવી રહી હતી.
ચોકલેટના કુલ 9 પેકેટોમાં ગાંજો છુપાવ્યો
મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા હાઈડ્રોપોનિક્સ મરિજુઆના નામના ગાંજો ઝડપાયો છે.
