તાલુકાના મમુઆરા ગામની સીમમાં આવેલ એપીએસ માઈન કેમ-વોશિંગ પ્લાન્ટમાં 1.6 વર્ષના પરપ્રાંતિય બાળક પરથી ટ્રકના ટાયર ફરી વળ્યા હોવાની કરૂણ ઘટના સામે આવી છે. હતભાગીના પિતાએ જ ટ્રક પાછળ હંકારી અને બાળકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશના અને હાલ મમુઆરામાં આવેલ એપીએસ માઈન કેમ-વોશિંગ પ્લાન્ટ પર રહેતા 1.6 વર્ષીય વિવેક બારીયાનું અકસ્માતે મોત નીપજ્યું હતું. બનાવ સોમવારે સવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો.હતભાગી બાળકના પિતા એશીનભાઈ બારીયા ફેક્ટરીમાં ટ્રક હંકારતા હતા.એ દરમિયાન ટ્રકને પાછળ લીધી હતી ત્યારે તેમનું બાળક ટાયર તળે આવી ગયો હતો. બનાવ બાદ તાત્કાલિક સારવાર માટે તેને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.અકસ્માતે સર્જાયેલા બનાવને કારણે મધ્યપ્રદેશના પરિવારમાં માતમ છવાયો છે.હાલ સમગ્ર મામલે પદ્ધર પોલીસે ઘટના સબંધિત ગુનો દાખલ કરવા સહીતની તજવીજ હાથ ધરી છે.
હતભાગીના પિતાના કારણે પુત્રનું મોત:મમુઆરા પાસે પિતાએ ટ્રક રીવર્સ લેતા કચડાઇ જવાથી પુત્રનું મોત
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
