મહેસાણાના ગોઝારિયાથી હરણાહોડા રોડ પર મહેસાણા પોલીસે વોચ ગોઠવીને પ્રતિબંધીત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંજાનો પાંચ કિલો 433 ગ્રામ જથ્થો જપ્ત
મહેસાણા પોલીસને જિલ્લામાં, ઉપર વોચ રાખીને પરીણામલક્ષી નશીલા પદાર્થોનું ગેરકાયદેસર હેરાફેરી કરીને વેચાણ કરતા તત્વો કામગીરી કરવા તાકીદ કરવામાં આવી હતી. તે દરમિયાન મહેસાણા પોલીસને ખાનગી રાહે બાતમી મળતાં ગોઝારીયા ખાતેના હરણાહોડા ગામ તરફ જવાના રસ્તે વોચ ગોઠવી હતી. તે વખતે અહીંથી મોટરસાયકલ ઉપર આવેલ ઠાકોર દિલીપ વિક્રમજી રહે, ગોઝારિયાવાળાને થોભાવી તપાસ કરી હતી. પોલીસ એકને દબોચીને 3.11 લાખની મત્તા કબજે કરી
તેની પાસેથી રૂપિયા 2,71,650ની કિંમતનો પ્રતિબંધિત ગાંજાનો પાંચ કિલો 433 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજો, મોબાઈલ, બાઈક સહીત કુલ રૂપિયા 3.11 લાખની મત્તા કબજે કરીને ઝડપાયેલા આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. બેચરાજી નજીકથી પણ ગાંજો ઝડપાયો
બહુચરાજી ગામ નજીક બેચર-ચાંદણકી રોડ પર પોલીસ દ્વારા રાત્રે રાખવામાં આવેલી રેડ દરમિયાન બે શખ્સો પાસેથી 504 ગ્રામ ગાંજો મળી આવતા એન.ડી.પી. એસ. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બહુચરાજી પોલીસ મથકના એ.એસ.આઈ. વિષ્ણુભાઈ દલસંગભાઈ દ્વારા નોંધાયેલી વિગતો અનુસાર બેચરથી ચાંદણકી રોડ ઉપર રીક્ષા નં. GJ-38-W- 8791રાજા શક્તિ લખેલી ચાલી આવવાની ખાનગી બાતમી મળતા પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક રેડ ગોઠવવામાં આવી હતી. બે શખ્સો રીક્ષામાં ગાંજો લઈને જતાં ઝડપાયા
સ્થળ પર પહોંચતા કાળા હુડવાળી સી.એન.જી. રીક્ષા આવતા તેને રોકી તપાસ કરતાં તેમાં બે શખ્સો ઠાકોર ઝીલુજી ઉર્ફે દશરથજી વિષ્ણુજી (રહે. બહુચરાજી) અને પુજારા મિતકુમાર નિકુલભાઈ (રહે. બેચર) મળી આવ્યા હતાં. રીક્ષાની તપાસ દરમિયાન પાછળની સીટ નીચે એક લાલ પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. જેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાનો એફ. એસ.એલ. અધિકારી ડૉ. ચિરાગ પટેલ જરૂરી કાર્યવાહીના અંતે જાહેર કર્યું હતું. 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત
તોલાટ રોનક ધોળકીયાની ઉપસ્થિતિમાં જથ્થાનું વજન 504 ગ્રામ નીકળ્યું હતું. જેની બજાર કિંમત રૂ. 25 000 જેટલી થાય છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ જથ્થો ઠાકોર અમરતજી (રહે. નાવીયાણી, તા. દસાડા) દ્વારા સપ્લાય કરાયો હોવાનું બંન્ને આરોપીઓની પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો. રીક્ષા, બે મોબાઈલ અને ગાંજો સહિતનો રૂ.1,72,200 મૂલ્યનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
હરણાહોડાથી ગોઝારીયા રોડ પર ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો:પાંચ કિલોથી વધુ જથ્થો જપ્ત, બેચરાજી નજીકથી પણ બે શખ્સ ગાંજા સાથે પકડાયા
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
