રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. જ્યારે પણ શિયાળા દરમિયાન પવનની દિશા બદલાય એટલે કે અત્યારે ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, તેની બદલે ઉત્તર-પશ્ચિમના એટલે કે વાયવ્ય દિશાના પવન ફૂંકાય જેને આપણે અરબના પવન પણ કહી શકીએ છીએ. આ વાયવ્ય દિશાના પવન ફૂંકાય ત્યારે મોટેભાગે ઝાકળનો રાઉન્ડ આવતો હોય છે. આજથી એટલે કે 20 નવેમ્બરથી ત્રણ દિવસ સુધી રાજ્યના અમુક વિસ્તારોમાં ધુમ્મસ અને ઝાકળવર્ષાનો રાઉન્ડ જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ડાઉન થશે. જોકે આ અસર રાજ્યના સીમિત વિસ્તારોમાં જ જોવા મળશે જેવા કે કચ્છના દરિયાઈ ભાગના મોટાભાગના વિસ્તારો, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના કેટલાક વિસ્તારો તેમજ રાજકોટ જિલ્લામાં પણ 20, 21 અને 22 નવેમ્બર દરમિયાન આ ઝાકળવર્ષાની અસર જોવા મળશે. આ ધુમ્મસ છે તે એકદમ ગાઢ ધુમ્મસ નહીં હોય, પરંતુ સામાન્ય ધુમ્મસ હશે. આમ તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળુ પાકનું હજુ વાવેતર થઈ રહ્યું છે એટલે તે પાક મોટો થયો નહીં હોય, પરંતુ જો પાક મોટો હોય તો આ ઝાકળવર્ષાથી શિયાળુ પાકને પણ નુકસાન થવાની સંભાવના રહે છે, પરંતુ અત્યારે હજુ વાવેતરની શરૂઆત જ થઈ છે એટલે મોટેભાગે ચિંતાનો વિષય નથી, પણ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જ 20થી 22 નવેમ્બર દરમિયાન ઝાકળવર્ષાનો રાઉન્ડ આવશે, પરંતુ તે સમગ્ર ગુજરાતમાં અસર નહીં થાય માત્ર સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં જ થવાની છે. આ ઝાકળવર્ષા દરમિયાન દિવસનું તાપમાન પણ નોર્મલ કરતાં થોડું ઊંચકાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે. કેટલા વિસ્તારમાં તાપમાન ઊંચકાશે તે આવનારા સમયમાં ખબર પડશે. રાજકોટમાં સતત બીજે દિવસે ઠંડીનું મોજું, તાપમાન 12.8 ડિગ્રી
સામાન્ય રીતે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અનુભવાતી શીતલહેર આ વર્ષે નવેમ્બર મહિનામાં જ શરૂ થઈ છે. રાજકોટમાં મંગળવારે પારો રેકોર્ડબ્રેક 12.1 ડિગ્રી થઇ ગયા બાદ સતત બીજે દિવસે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. બીજે દિવસે રાજકોટનું લઘુતમ તાપમાન 12.8 ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન 31.9 ડિગ્રી રહ્યું હતું. સવારે શહેરમાં ભેજનું પ્રમાણ 66 ટકા જેટલું રહ્યું હતું. ઉત્તર-પૂર્વના પવનો જમીની સ્તરથી પસાર થતા ઉત્તર-પૂર્વ દિશાના પવનો ઠંડીનું મોજું લઈને આવ્યા છે. આ પવનોને કારણે તાપમાનનો પારો વધુ નીચે ગગડ્યો છે. > પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાત
હવામાન વિભાગની આગાહી:આજથી 3 દી’ ઝાકળવર્ષા થશે, ઉત્તર-પૂર્વને બદલે વાયવ્ય દિશાના પવન ફૂંકાવવાથી ધુમ્મસ છવાશે
📅 Published: November 20, 2025 |
📂 Category: Uncategorized
