
નવી દિલ્હી,૬ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર
કોઇને મોટો ફાયદો થાયતો ચાંદી થઇ ગઇ એવો રુઢિપ્રયોગ બોલવામાં આવે છે પરંતુ હાઇવે પર ચાંદીનો વરસાદ વરસતા ચાંદી વિણવા લોકો ઉમટી પડયા હોવાની દુલર્ભ ઘટના બની હોવાનું વાયરલ થયું છે. હાઇવે પરથી ચાંદીના નાના ટુકડા ભરીને એક ટ્રક જઇ રહી હતી પરંતુ ટ્રકમાંથી ચાંદીના પેકેટ કોઇ પણ કારણોસર વેરાવા લાગતા હાઇવે પર વરસાદની જેમ વરસવા લાગ્યા હતા.
આ જોઇને મફતની ચાંદી ઉઠાવવા માટે લોકોની ભીડ જમા થઇ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના હાપુડ -બુલંદ શહેર હાઇવે પર ૫ જાન્યુઆરી સોમવારના રોજ બની હતી.
