હાઈકોર્ટે MICAના વિધાર્થીના હત્યા કેસમાં આરોપી વિરેન્દ્રના જામીન નકાર્યા:અગાઉ અરજી પરત ખેંચી હતી પરંતુ સુપ્રીમમાં અરજી કરવા રિઝન ઓર્ડર માંગ્યો, હાઇકોર્ટે 5 હજારનો દંડ કર્યો

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

બોપલમાં માઇકાના વિદ્યાર્થીની સરાજાહેર ચપ્પાના ઘા મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે 5 હજારના દંડ સાથે ફગાવી દીધી છે. અગાઉ વિરેન્દ્રસિંહ પઢેરીયાએ જુલાઈ મહિનામાં હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ, હાઈકોર્ટે અરજી ફગાવવાનું વલણ ધરાવતા તે અરજી અરજદાર દ્વારા પરત ખેંચવામાં આવી હતી. ત્યારબાદ કોઈપણ સંજોગો બદલાયા વગર તેને ફરી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, કોઈપણ સંજોગો બદલાયા નથી પરંતુ, સુપ્રીમમાં અરજી કરવા હાઇકોર્ટના રિઝન ઓર્ડરની જરૂર હોવાથી તેને આ અરજી કરી છે. વળી શાબ્દિક ટપાટપીમાં આવેશમાં આવીને અરજદારે વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. હાઇકોર્ટે 5 હજારના દંડ સાથે અરજદારની અરજી ફગાવી દીધી
સરકારી વકીલે દલીલ કરી હતી કે, ઓળખ પરેડમાં આરોપીને સાહેદે ઓળખી બતાવ્યો છે. પોલીસમાં હોવા છતાં તેને આવું ઘૃણિત કૃત્ય કર્યું છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, પાછલી જામીન અરજી ફગાવવાનું વલણ ધરાવતા તે અરજી અરજદારે પરત ખેંચી હતી. ત્યારબાદ સંજોગોમાં કોઈ ફેરફાર થયા નથી. અરજદારે સુપ્રીમમાં જવું છે અને હવે તે રિઝન ઓર્ડર માંગી રહ્યો છે. તેને ન્યાયિક સમયનો બગાડ અને દુરુપયોગ કર્યો છે. આરોપીએ ગુનામાં વાપરેલું ખંજર FSLમાં મોકલવામાં આવ્યું હતું. તેની ઉપરથી મૃતકનું લોહી મળી આવ્યું છે. ટ્રાયલ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ છે અને સાક્ષીઓ તપાસવાના શરૂ થયા છે ત્યારે હાઇકોર્ટે 5 હજારના દંડ સાથે અરજદારની અરજી ફગાવી દીધી હતી. વિરેન્દ્રસિંહ સામે અગાઉ પણ ગુના નોંધાયા છે
ઉલ્લેખનીય છે કે, આરોપી સામે નોંધાયેલી FIRમાં મુજબ બોપલના સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સથી રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ જતાં પ્રથમ વળાંક પાસે વીરેન્દ્રસિંહ ગાડી લઇને જતો હતો અને મૃતક વિદ્યાર્થી પ્રિયાંશુ સાથે ઝપાઝપી કરી કારમાંથી બંને હાથમાં છરીઓ લઇને આવ્યો હતો અને પ્રિયાંશુ ઉપર વાર કરતાં તેને ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન વિદ્યાર્થી પ્રિયાંશુનું મૃત્યુ થયું હતું. વિરેન્દ્રસિંહ સામે અગાઉ પણ કેટલાક ગુના નોંધાય ચૂક્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *