
Deputy Chief of Russian Military Intelligence Shot : રશિયન મિલિટરી ઇન્ટેલિજન્સના ડેપ્યુટી ચીફ લેફ્ટનન્ટ જનરલ વ્લાદિમીર એલેક્સીવ પર છઠ્ઠી ફેબ્રુઆરીના રોજ મોસ્કોમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. હાલ એલેક્સીવ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ નાજુક છે. આ હુમલો રશિયાના વરિષ્ઠ લશ્કરી અધિકારીઓની શ્રેણીબદ્ધ હત્યાના ભાગરૂપે જોવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે, આ પહેલા મોસ્કોમાં જ રશિયાના ત્રણ ઉચ્ચ લશ્કરી અધિકારીની જુદી જુદી રીતે હત્યા થઈ ચૂકી છે. આ ઘટનાઓ યુદ્ધ મેદાનમાં નથી થઈ, પરંતુ રશિયાના હાર્દ સમાન મોસ્કો શહેરમાં થઈ છે. મોસ્કોમાં જે રીતે ટોચના લશ્કરી અધિકારીઓને નિશાન બનાવાઈ રહ્યા છે, તેનાથી રશિયન સુરક્ષા એજન્સીઓ સામે પણ સવાલો ઊભા થયા છે.
