
શહેરના તુલ સીવાડી પાસે આવેલ હાથીખાના માર્કેટયાર્ડ આજે પણ મધ્ય ગુજરાતના વેપાર ધબકારનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. ગુજરાત રાજ્યના મોટા જિલ્લાઓમાં સ્થાન ધરાવતા વડોદરામાં કૃષિ ઉત્પાદન બજાર સમિતિની સ્થાપના ૬૭ વર્ષ અગાઉ એટલે કે વર્ષ ૧૯૫૮માં થઈ હતી. ત્યારબાદ ૧૯૯૭થી હાથીખાના માર્કેટ યાર્ટ કાર્યરત બન્યું અને વેપારના નકશામાં મહત્વનું સ્થાન મેળવ્યું હતું.
અનાજ, કઠોળ, તેલ, મસાલા, સુકા મેવા અને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટે હાથીખાના બજાર આજે પણ વિશ્વાસનું પ્રતિક છે. ખેડૂતોને યોગ્ય વજન, મહત્તમભાવ અને રોકડ ચુકવણી મળે તે હેતુથી ઉભું કરાયેલું આભજાર આજે શહેરના રિટેઈલ અને હોલસેલ વેપારનું મુખ્ય કેન્દ્ર છે.
