- વહેલી સવારથી એનડીઆરએફની ટીમ કામે લાગી
- પરિવારજનોમાં શોકનો માહોલ
- ઘરેથી બાઈક પર નીકળેલા યુવકે કયા કારણોસર આ પગલુ ભર્યું તે રહસ્ય
હારીજના ગોવના ગામના 21 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર નર્મદાની મુખ્ય કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની આશંકાએ તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે, ગુરુવારની મોડી સાંજ સુધી તેના મૃતદેહનો પત્તો લાગ્યો ન હતો
હારીજના ગોવના ગામનો યુવાન વિવેકભાઈ દિનેશભાઈ દેસાઈ (21) બુધવારની રાત્રે ભોજન કરી પોતાના ધરેથી બાઈક લઈ નીકળી ગયો હતો. મોડી રાત્ર સુધી દિકરો ઘરે પરત નહીં ફરતા તેના પિતા દિનેશભાઈ દેસાઈ અને પરિવારના લોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રામગઢ અને કંબોઈ વચ્ચે નર્મદાની મુખ્ય કેનાલ પરથી યુવાનનું બાઈક અને બાઈકના આગળા ભાગે મોબાઈલ મળી આવ્યો હતો. જેને લઈ કેનાલમાં ડૂબ્યો હોવાના અંદાજે સવારે તંત્રને જાણ કરતા ઘટના સ્થળે ચાણસ્મા ટીડીઓ, ચાણસ્મા મામલતદાર, ચાણસ્મા પોલીસ સ્ટાફ, આવી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી હતી.
ગુરુવારની બપોર બાદ આવેલી ડિઝાસ્ટરની ટીમે સાંજ સુધી શોધખોળ કરી પરતું યુવાનનો કોઈ પત્તો ન લાગતાં ગ્દડ્ઢઇહ્લ ટીમને બોલાવાઈ છે.
