
Jamnagar Airport Bomb Threat news : ગુજરાતના અત્યંત સંવેદનશીલ ગણાતા જામનગર એરપોર્ટ પર અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલથી બોમ્બની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એરપોર્ટથી રવાના થયાના થોડા સમય બાદ જ આ ધમકીભર્યો સંદેશ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત
આ ઈ-મેઈલ મળતાની સાથે જ જામનગર એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા ડો.
