હિંમતનગરમાં વોટરપાર્ક સંચાલક પાસે 5 કરોડની ખંડણી:પરિવાર પાસેથી 2 કરોડ માંગ્યા, જાનથી મારી નાખવાની ધમકી; પોલીસ દરિયાદ નોંધાઈ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

હિંમતનગરના બાયપાસ રોડ પર આવેલા વોટરપાર્કના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા પાસેથી અજાણ્યા શખ્સે 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ઉપરાંત, તેમના પરિવારજનો પાસેથી પણ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ મામલે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ગત 12 નવેમ્બરની રાત્રે બિનઆમીન વિજાપુરાને મોબાઈલ નંબર 9426741709 પરથી એક અજાણ્યા શખ્સનો વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે હિન્દીમાં વાતચીત કરતાં ‘ખાલીદભાઈ કે વહા 5 કરોડ ભીજવા દો’ તેમ કહ્યું હતું. જ્યારે બિનઆમીન વિજાપુરાએ કારણ પૂછ્યું, ત્યારે ધમકી આપતા કહ્યું કે ‘તુમ્હારે પ્રોટેક્શન કે લિયે નહીં તો ફેમિલી કે પ્રોટેક્શન કે લિયે, અગર નહીં દિયે તો ગોલી માર દુંગા’. આ અજાણ્યા શખ્સે ગેરકાયદેસર રીતે 5 કરોડ રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી. એટલું જ નહીં, 12 નવેમ્બરના રોજ બિનઆમીન વિજાપુરાના પરિવારજનોને પણ વોટ્સએપ કોલ કરીને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ બિનઆમીન વિજાપુરાએ અજાણ્યા શખ્સના મોબાઈલ નંબરના આધારે હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *