– દિપ ત્રિવેદી (હિંમતનગર)
- 10થી વધુ ફાયર ફાઇટરનો ટીમ ઘટના સ્થળે
- આગ બુઝાવવાની કામગીરી ચાલુ
- સદનસીબે ફેક્ટરીમાં કામ કરતા કામદારો સુરક્ષિત
હિંમતનગર વિજાપુર રોડ પર આવેલ વેફર બનાવતી બાલાજી નામની ફેક્ટરીમાં આજે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે ટ્રેક્ટરમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતાની સાથે આસપાસમાં રહેતા લોકો ભેગા થઇ ગયા હતા. જોકે વિકરાળ આગને બુઝાવવા માટે હિંમતનગર ફાયર બ્રિગેડના ઓફિસર પ્રતાપસિંહ દેવડા 10 ફાયર ફાઇટરો સાથે દોડી ગયા હતા અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આગએ રુદ્ર સ્વરૂપ ધારણ કરી હોવાને કારણે તેને કાબુમાં લેતા મોડી રાત સુધીનો સમય નીકળી જાય તેમ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું ફાયર બ્રિગેડના સૂત્રોમાંથી જણાવાયુ છે અને આગ બુઝાવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
