હિંમતનગર સિવિલમાં બાઇક ચોર ઝડપાયો:સિક્યોરિટીએ પકડી એ ડિવિઝન પોલીસને સોંપ્યો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં બાઇક ચોરી કરતા એક શખ્સને સિક્યોરિટી ગાર્ડ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બુધવારે સાંજે બનેલી આ ઘટના બાદ ઝડપાયેલા શખ્સને સિવિલ પોલીસ ચોકી મારફતે હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાં સિવિલ સ્ટાફ, મુલાકાતીઓ અને દર્દીઓના પરિવારજનોના વાહનો પાર્ક કરવામાં આવે છે. બુધવારે સાંજે, સિક્યોરિટી ગાર્ડની સતર્કતાને કારણે એક શખ્સ પાર્ક કરેલી બાઇકને ચાવી વડે ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને રંગેહાથ પકડી લેવામાં આવ્યો હતો. સિક્યોરિટી દ્વારા પકડાયા બાદ તેને સિવિલ મેનેજમેન્ટને સોંપવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ શખ્સે દિવસ દરમિયાન અન્ય એક બાઇકની પણ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં પણ તે બાઇક ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો. આ માહિતી મળતા જ સિવિલ મેનેજમેન્ટે હિંમતનગર સિવિલમાં આવેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ચોકીને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી શખ્સને કસ્ટડીમાં લીધો હતો અને તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જઈ વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ હવે આ શખ્સે કેટલી બાઇકની ચોરી કરી છે અને કઈ રીતે કરી છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરશે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *