
Ukraine Russia War: અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક આકરું નિવેદન જારી કર્યું છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને જવાબદાર ગણાવ્યા. ટ્રમ્પે દાવો કર્યો કે, ‘જો મજબૂત અને ન્યાયી અમેરિકન અને યુક્રેનિયન નેતૃત્વ હોત, તો આ યુદ્ધ ક્યારેય શરૂ ન થયું હોત. આ સંઘર્ષ મારા બીજા કાર્યકાળના ઘણા સમય પહેલા શરું થઈ ગયું હતું, બાઇડન વહીવટતંત્ર દરમિયાન અને ત્યારથી સતત સ્થિતિ બગડતી ગઈ.’
ટ્રમ્પે ફરીથી 2020 ની અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, અને કહ્યું કે જો તે ચૂંટણીમાં ગોટાળા ન થયા હોત, તો રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારેય ન થયું હોત. તેમણે દાવો કર્યો કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, આ મુદ્દા પર એક વાર પણ ચર્ચા થઈ ન હતી અને વ્લાદિમીર પુતિને ક્યારેય હુમલો ન કર્યો હોત.
